માહિતીનો અધિકાર એક મૂળભૂત માનવ અધિકાર છે જે વિવિધ અધિકારો અને જવાબદારીઓ મળીને બન્યો છે, જેવા કે :
- દરેક વ્યક્તિને સરકાર તેમજ અમુક કેસોમાં ખાનગી સંસ્થાઓ પાસેથી માહિતીની વિનંતી કરવાનો અધિકાર
- વિનંતી કરેલ માહિતી પૂરી પાડવાની સરકારની ફરજ; સિવાય કે જણાવેલ અપવાદો લાગુ પડતા હોય
- સામાન્ય લોકહિતને લગતી માહિતી નાગરિકો દ્વારા વિનંતીની જરૂર વગર સ્વૈચ્છિક જાહેર કરવાની સરકારની ફરજ