:: જોવાલાયક સ્‍થળો ::

મુનસર તળાવ

મુનસર તળાવ

મુનસર તળાવ સોલંકી વંશના સિદ્ધરાજ જયસિંહની માતા, મીનળદેવી દ્વારા બાંધવામાં આવેલું તળાવ છે. તેનું નામ માન સરોવર તરીકે રાખવામાં આવ્યું હતું, પરંતુ અપભ્રંશ કારણે તે વ્યાપકપણે મુનસર તરીકે ઓળખાય છે. આ તળાવ અમદાવાદ નજીક વિરમગામ ખાતે આવેલું છે. આ તળાવ ઇ.સ. ૧૦૯૦ દરમિયાન ૨૨૦ યાર્ડના ગોળાકાર આકારમાં બનાવવામાં આવ્યું હતું. તે શંખ અને મંદિરો જેવો આકાર ધરાવે છે. પશ્ચિમ દિશામાંથી એકત્રિત થઈને પાણી એક પથ્થરથી બાંધવામાં આવેલા કાંપ-કુવામાં, કુંડમાં, દરેક બાજુના વિશિષ્ટ સ્થાનમાં, એક આકૃતિ બનાવે છે. કાંપ કૂવામાંથી, પત્થરની નહેર અને ત્રણ નળાકાર ટનલ દ્વારા પાણી તળાવમાં પસાર થાય છે.અહીં મરાઠાઓ દ્વારા બનાવવામાં આવેલ મુનસારી (જેને માનસાર તરીકે પણ ઓળખાય છે) માતાનું મંદિર છે. આ તળાવ વિશાળ કોતરવામાં આવેલા પથ્થરથી ઘેરાયેલું છે અને ૩૦૦થી વધુ નાના-મોટા મંદિરો આવેલા છે. તળાવની એક બાજુના દરેક મંદિરમાં એક બેઠક છે, સંભવત કૃષ્ણની મૂર્તિ માટે છે, અને બીજી બાજુ એક ગોળ કથરોટ, જલાધાર, સંભવત શિવને સમર્પિત છે. પાણીના ધાર સુધી જતા માર્ગના બંને બાજુ, એક મોટું મંદિર છે જેમાં દ્વિમંડપ અને શિખર છે અને તળાવની આજુ બાજુ સપાટ છતવાળી સ્તંભમાળા છે.

શહીદબાગ

શહીદબાગ

શહીદબાગ એ પબ્લિક ગાર્ડન છે,તે તાલુકા સેવા સદનની સામે આવેલ છે. તા : 23/08/1958 ના રોજ શહીદબાગનું નિર્માણ વિરમગામ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ હતું,મહાગુજરાતના આંદોલનમાં શહીદ થયેલ વિરમગામના વતની શ્રી કૌશિકભાઈ વ્યાસ તેમજ અન્ય નવલોહાણીયા શહીદોની યાદમાં ઉક્ત બાગને શહીદબાગ નામ આપવામાં આવેલ. શહીદબાગનું સંચાલન વિરમગામ નાગપરલિકા દ્વારા કરવામાં આવે છે.વિરમગામ નાગપાલિકા દ્વારા શહીદબાગ ખાતે ઓપન જીમ્નેશિયમ બનાવેલ છે તેમજ બાળકો માટે રમત ગમતના સાધનો રાખવામાં આવેલ છે.વધુમાં તાજેતરમાં શહીદબાગને વિરમગામ નગરપાલિકા દ્વારા શહીદબાગને નાગરિકોની સુખાકારીમાં વધારો થાય તે હેતુસર રિડેવલેપમેન્ટ તેમજ અપગ્રડેટેશન કરવામાં રહ્યું છે.

ડુંગરીપીર દરગાહ

ડુંગરીપીર દરગાહ

ડુંગરીપીર દરગાહ પ્રાઇવેટ ટ્રસ્ટ દ્વારા બનાવવમાં આવેલ છે તેમજ તેનું સંચાલન કરવામાં આવે છે. ડુંગરીપીર દરગાહ ગંગાસર તળાવ પર રાજીવનગર રોડ ખાતે આવેલ છે.ડુંગરીપીર દરગાહ ખાતે મીની પાર્ક તેમજ બાળકો માટે રમત ગમતના સાધનો રાખવામાં આવેલ છે.

નોંધ: આ વેબસાઈટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગરપાલિકાના રેકોર્ડ પરથી લીઘેલ છે.પરંતુ શરતચૂક કે અન્ય કારણસર કોઈ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભૂલ હોય તો નગરપાલિકાના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઈટને કોઈ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.