હાર્દિક પટેલ (જન્મ 20 જુલાઈ 1993) એક ભારતીય રાજકારણી અને સામાજિક કાર્યકર છે. જુલાઇ 2015 માં તેઓ પ્રસિદ્ધિ પામ્યા, જ્યાં તેમણે પાટીદાર અનામત આંદોલનનું નેતૃત્વ કર્યું જેમાં પાટીદાર જાતિ માટે અન્ય પછાત વર્ગ (ઓબીસી)નો દરજ્જો માંગવામાં આવ્યો.તેઓ 2020 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC) માં જોડાયા. તેમણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, ગુજરાતમાં INC ની રાજ્ય એકમના કાર્યકારી પ્રમુખ તરીકે સેવા આપી. તેમણે પાર્ટી છોડી દીધી અને આખરે 2022માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.10 નવેમ્બર 2022 ના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 માટે વિરમગામ વિધાનસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર તરીકે તેમને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા અને ચૂંટાયા હતા.